આર્યસમાજ મંદિર ધ્રાંગધ્રા દ્વારા આયોજીત સંપૂર્ણ અથર્વવેદ પારાયણ મહાયજ્ઞનો પ્રારંભ તા. ૨૦/૩/૨૦૨૧ શનિવારના રોજ કરવામાં આવ્યો. તેમાં ધ્વજારોહણ શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખશ્રી, આર્યસમાજ – જામનગરના પ્રમુખશ્રી, અને ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના ઉપમંત્રી શ્રી દીપકભાઈ જે. ઠક્કરનાં વરદ હસ્તે કરવામાં આવ્યું. ઉપરોક્ત સમારોહમાં શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના માનદ્દ મંત્રી શ્રી અશોકભાઈ પરમાર અને કોષાધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ સી. મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પારાયણ આચાર્ય પૂજ્ય શ્રી વિદ્યાદેવજી ના બ્રહ્માસ્થાને યોજવામાં આવેલ. તે પ્રસંગની તસવીરો..